સૂરહ Al-Fatihah — The Opening

સૂરહ Al-Fatihah (The Opening) — 1/114 · 7 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

Ayah 1

ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

Ayah 2

ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ

Ayah 3

مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ

બદલાના દિવસ (કયામત) નો માલિક છે

Ayah 4

إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ

અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ

Ayah 5

ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ

અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ

Ayah 6

صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ

તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના

Ayah 7