સૂરહ Al-Aadiyaat — The Chargers

સૂરહ Al-Aadiyaat (The Chargers) — 100/114 · 11 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحࣰ ا

હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ

Ayah 1

فَٱلۡمُورِيَٰتِ قَدۡحࣰ ا

પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ

Ayah 2

فَٱلۡمُغِيرَٰتِ صُبۡحࣰ ا

પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ

Ayah 3

فَأَثَرۡنَ بِهِۦ نَقۡعࣰ ا

બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે

Ayah 4

فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا

પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે

Ayah 5

إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودࣱ‏

ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે

Ayah 6

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدࣱ‏

અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે

Ayah 7

وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ

તે માલના મોંહ માં પણ સખત છે

Ayah 8

۞أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ

શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે

Ayah 9

وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ

અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે

Ayah 10

إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذࣲ لَّخَبِيرُۢ

ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે

Ayah 11