સૂરહ Al-Humaza — The Traducer

સૂરહ Al-Humaza (The Traducer) — 104/114 · 9 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

وَيۡلࣱ لِّكُلِّ هُمَزَةࣲ لُّمَزَةٍ

મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય

Ayah 1

ٱلَّذِي جَمَعَ مَالࣰ ا وَعَدَّدَهُۥ

જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય

Ayah 2

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે

Ayah 3

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે

Ayah 4

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

અને તને શું ખબર કે આ આગ કેવી હશે

Ayah 5

نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે

Ayah 6

ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

જે હૃદયો પર ચઢતી જશે

Ayah 7

إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةࣱ‏

તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે

Ayah 8

فِي عَمَدࣲ مُّمَدَّدَةِۭ

મોટા મોટા સ્તંભોમાં

Ayah 9