સૂરહ At-Takaathur — Competition

સૂરહ At-Takaathur (Competition) — 102/114 · 8 આયતો. અરબી લખાણ અને ગુજરાતી અનુવાદ સાથે વાંચો અને સાંભળો.

أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ

વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા

Ayah 1

حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ

એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા

Ayah 2

كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ

કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો

Ayah 3

ثُمَّ كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ

કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો

Ayah 4

كَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ

કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો

Ayah 5

لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ

તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો

Ayah 6

ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ

અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો

Ayah 7

ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ

ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે

Ayah 8